ઇન્ટરવ્યુ

રાંધતા આવડે?
એણે પૂછ્યું,
મેં કહ્યું, હા..
કઈ ડીશ સારી બનાવી શકે?
મેં એનો પણ જવાબ આપ્યો
ફિલ્મો જોવાની ગમે
મેં હા પાડી
પછી તો રીતસરનો પ્રશ્નો નો મારો શરુ થયો
ક્યાં ફરવાનું ગમે, મિત્રો કેવા?
હું એક પછી એક બધા જ પ્રશ્નો ના જવાબો આપતી ગઈ
પછી થોડી ઘણી વાતો પણ કરી
ભવિષ્યના આયોજનની, સ્ટાઈલ ઓફ લીવીંગની, ગમતી ફિલ્મોની,
મિત્રોની,
પણ
ઉભા થતી વખતે
ચાર દીવાલોમાંથી ઘર બનાવવાનો ઉલ્લેખ ન તો એણે કર્યો
ન તો હું કશું બોલી…!!

Advertisements
Explore posts in the same categories: અછાંદસ

28 ટિપ્પણીઓ on “ઇન્ટરવ્યુ”


 1. ગ્રેટ જોબ, એષા…

  નેટ-ગુર્જરીમાં તારું સ્વાગત છે… નિયમિતપણે બ્લૉગ અપડેટ કરતી રહેજે…

  શુભેચ્છાઓ…


 2. સ્વાગર હૈ… સ્વાગત હૈ… એષાજી કા… રેડ કારપેટ કે સાથ સ્વાગત હૈ.. બોલે તો, એકદમ દિલ સે…! 🙂

 3. Kavita Maurya Says:

  એષાને
  હાર્દિક શુભેચ્છાઓ !

 4. sudhir patel Says:

  Welcome on Gujarati Blog World!
  Enjoyed your poem ‘Interview’!
  Sudhir Patel.

 5. kirankumar7 Says:

  એષા… તું જોજે ને.. બહુ મજા પડશે.

 6. sanjay Says:

  subtle stuff..
  keep it up…
  all d best, always..

 7. AnkurPandya Says:

  Vartaro is the one best bunch of poets, I have ever came across…Instead i start reading gujarati poets from that only…

  Gud.. Keep It up
  Best Wishes,

  Ankur Pandya

 8. mrs.binal vyyas Says:

  congrats esha…keep it up…

 9. arvindadalja Says:

  સરસ ! ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત ! ચાર દિવાલોમાંથી ઘર બનાવવાનું કે તે અંગે વાત કરવાનું ભૂલી ગયા બંને એક બીજામાં મુગ્ધ બની ને ? ચારદીવાલો વાળા મકાનને ઘર બનાવે સ્ત્રી ! ફરીને ધન્યવાદ એષા ! લખતી રે જે ! સફળતા માટે શુભેચ્છાઓ ! સમય મળ્યે મારાં બ્લોગની મુલાકત લેજો લીક http.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિદ

 10. Pinki Says:

  ચાર દીવાલોમાંથી ઘર બનાવવાનો ઉલ્લેખ ન તો એણે કર્યો
  ન તો હું કશું બોલી…!!

  well said.

 11. Amit Panchal Says:

  બોલે તો એકદમ ઝક્કાસ !!

 12. Dilip Gajjar Says:

  એષા, તમારા કાવ્ય વાંચેલા ઉર્મિસાગર પર,.. આજે બ્લોગ પર પહેલી વાર કવિતા વાંચી, ઈન્ટરવ્યુ..તદ્દન સાચુ છે ઘર બનાવવાનું કોઈ નથી શિખવતું મને યાદ છે કોલેજ પછી પણ મને કોઈ વડીલ કન્યા જોવા એપ્રોચ કરે તો હું તો ઘર છોડી ભાગી જતો હતો..ખબર નહિ કેમ બહું વિચિત્ર લાગતું… બે ઘર રીપેર માંગે છે એક ભગવાનનું અને બીજું માનવનું…મિત્ર કવિની પંક્તિ યાદ આવે, તેની અંદર ચેન ને સંતોષ હોવા જોઈએ, ઈટ ચૂનાનુ બનેલું ઘર કહેવાતું નથી…મકેમ જાણે માનવ હજી બંધ માં સમ નથી શીખી શક્યો.

 13. milan Says:

  kadach koi e etle pan na puichu hoi karan ke, tamari kavita o ne vanchi ne ene etlo bharoso hase ke, eni 4 diwalo ne koi “Ghar” banavi sakse to to e ek j che…..
  baki to 4 diwalo ne loko “Makan” b kahe che ane koi “kabar” b kahe che……

 14. milan Says:

  maun(silence) ne loko, lagani vagar na kahe che to koi ene maun ni bhasha kahe che…..

  ena par thi ek mast sher yaad aaivo,

  “Milan” no che tabakko che evo,
  kahevanu hoi ghanu ne kashu yaad na aave….


 15. kya bat hey bahut khub.saras rachna
  bahu sunder blog


 16. Good Entry in Gujarati blog jagat !!
  જબ્બરજસ્ત ઈન્ટરવ્યું રહ્યું!

  જબ્બરજસ્ત ઈન્ટરવ્યું રહ્યું!
  તમારી અભિવ્યકિત પણ સરસ છે, એકબીજા ની પસંદ-નાપસંદ કરવા માં કયારેક એકદમ ક્ષુલ્ક પ્રશ્નો પૂંછવામાં મુખ્ય વાત રહી જતી હોય છે. શું ફિલ્મો ગમવી-નગમવી પરથી તમે માણસના મનનો પુરો તાગ મેળવી શકવાના?! કયારેક દિવસોના-દિવસો સાથે હરવાં-ફરવાં છતાં એકબીજાને તથા મનને નથી ઓળખી શકતા તો અડધો કલાક ના ઈન્ટરયું માં કઈ રીતે ઓળખવાં ?!

  સમય મળે તો મારા આ બે બ્લોગ પર જરુરથી પધારજો. તમને ભાવભીનું ઈંજન!!

  ૧. યુવા રોજગાર
  http://pravinshrimali.wordpress.com
  યુવાનો ને નવી દિશા બતાવતો અને સમાજનાં ઉત્થાન માટે સમર્પણ કલમ !!
  એક યુવા આવાજ…તેમા જરુર છે તમારા આવાજ નાં ટેકા ની ..

  ૨. કલમ પ્રસાદી
  http://kalamprasadi.wordpress.com
  મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો

 17. manoj gajjar abu dhabi Says:

  NICE DEAR,

  GOOD

 18. jjkishor Says:

  છેલ્લી પંક્તિ, “ન તો હું કશું બોલી.”માં આખી રચનાનો સાર ટહૂકે છે !!

  જીવન જેવા જીવન સાથે થનારી મજાકને અટકાવી દેનારી વાત સરસ રીતે ગુંથાઈ છે.

 19. chandni dalal Says:

  very good.
  keep it up.
  its touch my heart.
  congrats.

 20. Rita Trivedi Says:

  Hi Esha, One thing I have always admired about your poetry is that you have given a fresh – out of the box – touch to our poems. “Interview” is one of them. Your poems are many times a reflection of the young Gujarati women – who think and if necessary raise some questions!!

 21. vivek doshi Says:

  Hey ,
  Mem
  Thats Very Nice….And
  Thak U Very Much for this post…..
  This is Useful for Me and also other bechalars,every bechalars must be mind abt this Q’tion

 22. ankit trivedi Says:

  saru che….
  majanu che….
  ghazal kyare lakhasho?
  gujarati ghazal is waiting for u….


 23. Your way of expression is fantastic. I like poeple who find poems in the small incidents of life!

 24. krishna Says:

  ekdum sahaj rite akhi ghatna ne aalekhi chhe..really khub j sundar..ane aa xan lagbhag darek yuvati na jivan ma avtij hoy chhe..

 25. naren dodia Says:

  મીણબત્તિની એ છોકરી,
  પછી સ્વિકારી માંરી નોકરી,
  સળગતી રહી ને ઓગળતી રહી,
  આગંળીઓ જલાવતી રહી,
  રોટલીઓ શેકતી રહી,
  આંગળીઓ દઝાળતી ગઇ,
  તડકામાં તપતી રહી,
  પાપડ તણા તાણા વાણામાં,
  જલતી રહી આંખો તારી,
  ધુમ્રસેરના વલયોમાં ને,
  ધુંવાડાઓનાં ગોટેગોટેમાં,
  દાઝ્માં ને ખીજમાં,ગુસ્સામાં,
  ઓગળતી રહી,
  મુગ્ધતાંનો માળૉ છોડી,
  કાંટાળા સંસારમાં વસી,
  પંખીળીની કાયાને છોડીને,
  મારી પત્ની બની,
  કબુતરી થઇને માણસને વરી,
  રહી રહીને પાંખો આવી,
  તો ય ઉડવાની મૌસમ ના આવી…( નરેશ ડોડીયા )


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: