કાળજી..!!

જયારે
તમે
કોઈના ચહેરાને
તમારી બેઉ હથેળી વચ્ચે લઇ
એને હળવેકથી ચૂમીને
પછી કહો કે
“ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”
ત્યારે
એના ગાલ પર ઉતરી આવતી લાલાશ
એની
આંખો સુધી ન પહોંચે
બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!

Advertisements
Explore posts in the same categories: અછાંદસ

10 ટિપ્પણીઓ on “કાળજી..!!”

 1. zakir husain suthar Says:

  oh esha !
  kya baat hai !
  i like this even more !
  keep going on ! u r superb writer !!!!

 2. milan Says:

  હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
  એમ લાગે છે આજ એ ગમગીન છે.

  વાત ચોખ્ખી ને સ્પષ્ટ છે એ સાવ પણ
  મામલો પેચીદા અને સંગીન છે.

  પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
  એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.

  પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
  લાગણીઓની એ જ તો તોહીન છે.

  સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ –
  એટલે આંખો એમની રંગીન છે.

 3. milan Says:

  so simple but very much meaningful and touchy.

 4. jjkishor Says:

  સ્ત્રી પાત્રની આંખો સુધી પહોંચનારી લાલાશ ગુસ્સાનું સૂચન કરતી હોઈ, અગાઉ આવી ગયેલો “એને હળવેકથી…”વાળો ઉલ્લેખ બંધબેસતો નથી !

  તમારી રચનાઓમાં છેલ્લી પંક્તિ ઉત્કટ ભાવ પ્રગટ કરનારી હોય છે. આ અછાંદસ રચનાઓ નેટજગતમાં એક નવો ‘છંદ’ પ્રગટ કરનારી બની રહે તેવી શુભેચ્છા.

 5. krishna Says:

  mane aa rachna ek divas sms roope mali hati tyar thi hu shodhti hati ke aana lekhak kon chhe..kharekhar this time hates off for u..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: