મારી આંખોએ બેઠું ચોમાસું..!

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો  કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

Advertisements
Explore posts in the same categories: ગીત

16 ટિપ્પણીઓ on “મારી આંખોએ બેઠું ચોમાસું..!”


 1. hi esha ! i m gujrati . from anand and settle in mumbai over 22 year .
  i like youe ‘mari ankhe bethu chomasoo ‘ !!
  i want yo compose this song in modern music.
  please reply after u get the time /
  thnks
  zakir

 2. harsh Says:

  tane kahi dev chhu sachc sachu…..
  have mane lagyu chhe ke sachey bethu chhe chomasu!!!!!
  too good poem, esha!!!!


 3. વાહ… મસ્ત મજાનું ગીત છે…


 4. અરે વાહ એષા, મસ્ત મજાનું વરસાદી ગીત…
  “થોડા તારે ય થવાનું અધીરા..!” — મજાની વાત… અને હા, નક્કી કોઈ અધીરું થતું જ હશે હોં..! 🙂

  ‘આંખોએ’ ની જગ્યાએ ‘આંખોમાં’ હોય તો ?
  અને ‘જતો’ ની જગ્યાએ ‘જાતો’ હોય તો પ્રાસ વધુ ના જળવાય ?


 5. વાહ એષા…!
  સુંદર,ઊર્મિસભર અભિવ્યક્તિ..
  મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
  બહુ ગમી આ વાત.
  -અભિનંદન.

 6. jjkishor Says:

  ઉત્કટ ભાવની સરળ ને સરસ રજુઆત. શબ્દોની પસંદગી ભાવને અનુરુપ. ગીતનો લય પણ ભાવને અનુરુપ (અલબત્ત, પંક્તિમાપમાં વધ–ઘટ સાથે !)અને કાવ્યમાં સળંગસુત્રતા.

  મજાની કૃતિ.


 7. સરસ!
  કંઈક ઊભરાઈ અંદરથી કે તરત કાગળ પર…બસ લખતાં રહો !!

 8. Nitin Bhatt Says:

  Eshaben,you have linked Shabri and Meera beautifully
  with Pratiksha…Keep up!

  Nitin Bhatt


 9. સુંદર મઝાનું..ભીનુંભીનું ગીત.

 10. krishna Says:

  wah..khub sundar majani abhivyakti chhe..


 11. આજે પહેલીવાર તમારા બ્લોગ પર આવ્યો.તરબોળ થઇ જવાયું.તમને ચોમાસુ પ્રિય લાગે છે.હમણા જ ‘કવિતા’માં તમારું ગીત’તારા વિનાનું મારું પહેલું ચોમાસું’ વાંચ્યું.ખુબ સરસ ગીત.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: