સંબંધ,તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે

સંબંધ,
તારા નામની આગળ પ્રિય લખ્યું નથી, કારણ કે તું મને પ્રિય છે જ. તારું હોવું મારા અસ્તિત્વને સભર કરી નાખે છે. તું મારી સાથે હોય એ અવસ્થા મને ગમી છે હમેશા. પણ મારે તને એક વાત પૂછવી છે, લાગણીઓના પીંડ બંધાયા પછી તારો જન્મ થાય છે કે પહેલા તું જન્મે છે અને પછી લાગણીઓનો પીંડ બંધાય છે. સંબંધ, તારા કરતા પહેલા લાગણીઓનું જન્મવું તને ગમે? આજે મારે તને ઘણા સવાલો પુછવા છે કારણ કે તારા માટે મને ઘણું કુતુહલ છે. તું ઘણીવાર અમને રડાવે છે, ચોધાર આંસુએ. તું અમારી પાસે આવે તો બિલ્લીપગે છે પણ, બિલ્લીપગે જ પાછા વળી જવા વાળી રીત તને ફાવતી નથી.

તને આવડે છે અમારી આંખોના મેઘધનુષને ઉકેલતા, તને રસ છે આંખો અને સપનાઓ વચ્ચેનો સંબંધ જળવાય રહે એમાં. તું બે જણ વચ્ચેનું અનુસંધાન છે, ઘણી વાર તું કોઈની આંખોમાં સપનું થઇ જાય છે. તું સ્મશાનમાં ધુમાડો થઇ જાય છે. હોસ્પીટલમાં સ્પીરીટની વાસ થઇ જાય છે. તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે, મોબાઈલ લોગમાં તું મિસ્ડ કોલના લીસ્ટમાં હોય છે. તું કોઈ વૃક્ષનો સાંજનો હિજરાપો છે. તું કોઈ મીરાના કરતાલનો તાલ છે. તું કોઈ શબરી એ ચાખેલું એઠું બોર છે. તું કોઈ રાધાની પ્રતીક્ષા છે. તારું બંધન વિશ્વાસસભર હોય છે. તને લાગણીઓની ભાષા સમજાય છે. તારા કાન આંખોનો અવાજ સાંભળી શકે છે. કદાચ એટલે જ  તારી સાથે બંધાય રહેવું મને ગમે છે. દિવસભરના ઘોંઘાટ વચ્ચેપણ હું તારું મૌન સાંભળી શકું છું અને જયારે તારું મૌન સાંભળી ના શકું ત્યારે અકળાઈ જાઉં છું.

હું તને થોડાઘણા પ્રશ્નો પૂછું છું. જરૂરી નથી કે મારા પ્રત્યેક પ્રશ્નોનો જવાબ તારે મને આપવો જ. મન થાય તો જ જવાબ આપજે. મનને સંભાળતા પણ મને તારી પાસેથી જ આવડ્યું છે. સંબંધ, કોઈની આંખોમાં તું ક્યાં સુધી રહી શકે? લાગણીઓ બોલતી હોય ત્યારે હાથે કરીને કાન પર હાથ મુકીને બહેરા થઇ જવાની રમત રમવી જ, એવું જરૂરી છે? લાગણીઓ વગર તારું અસ્તિત્વ શક્ય નથી એ વાતની તને ખબર છે? અને જો તને ખબર જ હોય તો વગર લાગણીએ પણ તું તારું અસ્તિત્વ ટકાવવા હવાતિયા કેમ મારે છે? લાગણીઓને જરૂર પડે ત્યારે બધી જ વખતે તું સમયસર પહોચી જાય? અને ધારો કે સમયસર પહોંચી ના શકાય તો તને અફસોસ થાય? સંબંધ, ક્યારેક તને લાગણીઓની ઝંખના થાય? અમારાથી દુર જતા તારી આંખો ભરાય? આ બધા જ પ્રશ્નો ના જવાબઓતું આપે જ, એની મને કોઈ ઝંખના નથી. ક્યારેક અચાનક જ બિલ્લીપગે સાવ જ પાસે આવી જવાની તારી આદત મને ગમે છે.

હવે મને આવડી ગયું છે તારી સાથેનું મારું અનુસંધાન જાળવી રાખતા. સમજણ સાથેની મારી ઓળખાણ તે પાક્કી કરાવી છે. અમારી આંખોને બંધ રાખીને તારી આંખે દુનિયા જોવાની રીત હવે માફક આવી ગઈ છે અમને.

તને ખબર છે, તારી અને લાગણી વચ્ચે એક માછલીને દરિયા સાથે હોય એવું અનુસંધાન છે. સાંજ પડે પોતાના જ વૃક્ષ તરફ પાછા ફરવાની કોઈ પંખીની આતુરતા થઇ જાય છે તું. તને શોધવો હોય તો ઘડિયાળની અંદર વસતા સમયને બાજુએ મુકવો પડે, તને પામવો હોય તો પહેલા લાગણીથી બંધાવું પડે. તને શ્વસવો હોય તો વિશ્વાસની હવા ફૂકવી પડે. તારા વિના ની લાગણીઓ પોતાના ધણથી છૂટી પડી ગયેલી ગાય જેવી છે અને લાગણીઓ વગર તારી કલ્પના કરવી ગમતી નથી અમને.

મોબઈલના સ્ક્રીન પર થતી ફ્લેશમાં ગમતું નામ નથી વંચાતું ત્યારે, બારણાની પછીતે પવાલું ઊંધું મુક્યા પછી પણ બારણે ટકોરા નથી પડતા ત્યારે, ઘરડાઘરમાં રહેતા માંનુંકાકીની દરવાજે સ્થિર થયેલી આંખો પલકારો મારે છે ત્યારે, આવા ઘણાબધા “ત્યારે” તારી હયાતી સમજાય છે અમને.
તું દુર જાય છે ત્યારે શરીરમાં ડાબી બાજુ સહેજ ઉપરની બાજુએ દુખી આવે છે અમને. અને તો એ મારે તારો આભાર માનવો છે, કારણકે તે મારી આંખોને સપનાઓ જોતી રાખી છે. મેઘધનુષના સાત રંગોને એક રંગમાં એકાકાર કરતા શીખવ્યું છે તે મને. બાકી, હવે હું આજીવન તારી ઝંખના ને કોરાણે મુકું એમ નથી. પણ મારી પાસે તું જયારે પણ આવે ત્યારે વાયા લાગણી આવજે. પહેલા આવી જઈને પછી લાગણીઓની ઝંખના કરવાની તારી રીત મને ગમતી નથી એની કદાચ તને ખબર છે.
લી,
લાગણીઓ સાથેનું તારું મજબુત અનુસંધાન ઈચ્છે છે એ “હું”

Explore posts in the same categories: પત્ર, પ્રિય સંબંધ..

20 Comments on “સંબંધ,તું મોબાઈલના સ્ક્રીન પર વારેવારે ફ્લેશ થતું નામ છે”


  1. આ તો ફૂટી ગયેલું પેપર છે, એષા ! 🙂

    “તું દુર જાય છે ત્યારે શરીરમાં ડાબી બાજુ સહેજ ઉપરની બાજુએ દુખી આવે છે અમને.” વાહ… ખૂબ જ ભાવવાહિ પત્ર !

    તારા પેલા શ્રાદ્ધ વખતનાં પત્રો પણ અહીં મૂકજે ને દોસ્ત… તારે જો ટાઈપ ના કરવા હોય તો કમ સે કમ પેપરની ક્લિપ પણ મૂકજે.

  2. setu joshi Says:

    good one. the best line is second last. this is the line that will be touch the heart of mine but donot know about others.

  3. Nirav Trivedi Says:

    It was fantastic Esha, koi pan sambandh ma laganio to hoy j chhe, pan tene niyamit batavvi pan etli j jaruri hoy chhe, i mean the only thing ur partner expects from u is LAGANI, realy fantastic, keep it up


  4. ગદ્ય પણ સરસ… Keep it UP !

  5. dilip ghaswala Says:

    hi esha..kem 6? maja ma? really touchey one..Khaya vina saghlu samje eva sagpan kya chhe? joya vina sghlu dekhay eva darpan kya chhe..please keep it up..congrates..shraddh na tamam lekh please post karje..regards,
    take care..mummy pappa ane sarvagna ne mari yaad aapje
    dilip ghaswala

  6. યશવંત ઠક્કર Says:

    તાજગી સભર રજૂઆત. ધન્યવાદ.

  7. Chintan parikh Says:

    well…..well……..this is just outstanding & groovy Esha ……..

  8. Natver Mehta Says:

    વાહ એષાબેન તમારે અને શબ્દોને સંબધ ઘણો જ નજીકનો છે. શબ્દોની સાથે રમતા રમતા જિંદગીને તમે માણવાનો રાહ ચિંધ્યો છે. સરસ… ઘણુ જ સરસ…

  9. chandni dalal Says:

    esha, its exalent,very good . SAMBANDH its touch heart

  10. Pinki Says:

    woooooooow !!

    gr8… તને આવડે છે અમારી આંખોના મેઘધનુષને ઉકેલતા, તને રસ છે આંખો અને સપનાઓ વચ્ચેનો સંબંધ જળવાય રહે એમાં ??

  11. bhuvakaushik Says:

    શરીરમાં ડાબી બાજુ સહેજ ઉપરની બાજુએ દુખી આવે છે kadach etle j આંખોના મેઘધનુષને ઉકેલતા avde 6 tane.
    lakhu hu su tari rachna ne birdavva….
    mara to sabdo y khuti pade 6….

  12. Viral Says:

    gr8 !!!

  13. anahita Says:

    hey… speechless.. keep posting your expressions… i would love ot read them.. take care and god bless!!!

  14. AMan Says:

    Esha…aap khubaj saras lakho chho. aap na blog readers ma thi lagbhag ghana ewu fil karta hashe mari jem j ke je amara vicharo ne ame shabd swarupe rupantar nathi kari shakta te SAMBANDH ne aap antar ni urmiyo thi samji ne patra dehe vacha aapo chho. keep it up…. tk cr…

  15. Anujay Says:

    bau saras chhe

  16. naren dodia Says:

    આત્મિય અવાજના માલિકને “તમે”
    જેવાં વજનદાર શબ્દોથી બોલાવતૉ નથી.
    જયારે તારાં શબ્દોમાં સગીતની મહેફિલ છે…..
    આવી જાદુગરી તારી મને અંચબિત કરે છે.
    ખરેખર વૈભવ છે તારા શબ્દોનો….
    આટલી ખુશીનો મને એકલાને
    માલિક બનાવી દેનાર.
    તારું કર્જ કેટલીય કવિતામાં પણ ચુકવી નહી શકું…
    કદાચ આવતાં જન્મમાં પણ તારો કરજદાર બનીસ્ …
    શબ્દો ખોવાયા છે મારી કવિતાના
    મારી સામે તું ગઝલ બનીને ઉભી છે…
    એક અજાણ્યું વિશ્વ આજે મારી માલિકીનું બની ગયું.
    મારી સવારને કવિતાનાં પુશ્પોથી ખુષ્બુદાર બનાવનાંર્ .
    એ ઉપવનને હું શું નામ આપું?
    ગીત કહું કે ગઝલ્…?……………..(નરેશ ડૉડીયા)

  17. NAREN DODIA Says:

    (most beautyfull creation of poetic words…when i read you….i found a lady feeling of kahlil gibran…)
    ——————————————————
    ચાહતઃ-એટલે માનવીને તદ્દન પ્રાકૃતિક બનાવનાર,નિતાંત,નિરીમય,નિઃસીમ,હ્રદયને બીજાના હ્રદય સાથે તાલ મીલાવવા મજબૂર કરનારી,માનવિય જીવનની એક અલૌકિક ઘટના.જેમાં ઇશ્વરિય સામિપ્યનો અનુભવ છે.નિસર્ગની નમણીય નઝમ છે.ગુઢ રહસ્યમય સૂફિ બંદિશ છે..મનનાં મૃદંગ અને શરીરની સિતારની સંગીતમય જુગલબંધી છે..માનવીને જિવતેજીવ સ્વર્ગનો અનુભવ છે..ઇશ્વરના પૃથ્વિ પરના છેલ્લા બે ચમત્કાર-ચાહત અને સ્ત્રી…(..નરેશ ડૉડીયા)


Leave a reply to Viral Cancel reply