લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા..

એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

Advertisements
Explore posts in the same categories: અછાંદસ

9 ટિપ્પણીઓ on “લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા..”

 1. દાળવાળા જીતેશ Says:

  શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે

  શરીરની ડાબી બાજુએ
  એકાદું ફૂલ ઉગતું જ હોય છે
  અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

  khub saras..

  bili book kyare aapo chho?

 2. milan Says:

  સાથે જીવાયેલા વર્ષોના સહેજ
  ઝાંખા થયેલા ખૂણે
  એકાદું ફૂલ ઉગી નીકળે
  એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.

  khub saras rachna

 3. milan Says:

  બે જણ સાથે હોય
  એ પ્રત્યેક પળે
  શરીરની ડાબી બાજુએ
  એકાદું ફૂલ ઉગતું જ હોય છે
  અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

  Prem ne em pan sabiti ni jarur nathi padti.
  Very beautiful imagination but also very true.


 4. કવિતા સરસ છે. મને તો આ કવિતાનું અત્યંત વ્યવહારુ અને એક MBA graduate ને સૂઝે એવું શિર્ષક બહુ પસંદ પડ્યું. આ પ્રકારના શિર્ષકથી યુવાવર્ગ કવિતા સરળતાથી પામી શકે અને સગાવહાલાઓને પ્રસંગોપાત આ કવિતાની લ્હાણી કરી વંચાવી પણ શકે. આ શિર્ષક જ કવિતાને લોકકાવ્યની ક્ક્ષા સુધી લઈ જવા સક્ષમ છે.

 5. ankit desai Says:

  વસંતના આગમનની સાબિતી તો
  શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
  ત્યારે જ મળે,

  kharekhar maja padi…………… wah wah…….

 6. Pinki Says:

  એનીવર્સરી

  વસંત જેવી છે. … v.true !!

  વસંતના આગમનની સાબિતી તો
  શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
  ત્યારે જ મળે,… nice thought !!


 7. સુંદર રચના… મજાના વિચાર !!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: