આજે હું બ્લોગ ઉપર ‘પેન-ડ્રાઈવ’ ના મારા આર્ટીકલ્સના થોડા અંશો મુકું છું.

જે થાય છે એ બધું સારા માટે જ થતું હોય છે એ વાત પર શ્રદ્ધા રાખશો તો જિંદગીની લડાઈઓ સામે ટકી જશો. સામા પ્રવાહે તરવા કરતા પ્રવાહની દિશામાં વહ્યા કરવું એમાં જ શાણપણ છે. એવું સમજાય જાય પછી જીંદગી એક નવા જ અર્થ માં સમજાતી  હોય છે. અને એ અર્થ ચોક્કસ જ મજાનો  હોય છે.

———

ઘણીવાર ઘણા સંબંધોમાં પ્રતીક્ષા જરૂરી હોય છે. પ્રતીક્ષાની તીવ્રતા તમારા સંબંધની મજબૂતાઈ નક્કી કરતી હોય છે. અફેક્શન અને પ્રેમ વચ્ચેનો ભેદ નક્કી કરવા હવે ના ઘણા ટિનેજેર્સ્ પ્રતીક્ષાનો સહારો લેતા હોય છે. ગમતી વ્યક્તિની રાહ જોવાની પણ એક મજા હોય છે. રાહ જોતા હોઈએ ત્યારે આપણી
રિસ્ટવોચનો સમય અટકી જતો હોય છે. કેલેન્ડરમાં તારીખો ફરતે થયેલા કુંડાળા પાછળથી આંખોની ફરતે ગોઠવાય જતા હોય છે. પછી તો મોબઈલની પ્રત્યેક રિંગ, મેસેજના પ્રત્યેક બીપ, દરવાજાની પ્રત્યેક ડોરબેલ એમના આવ્યાની પ્રતીતિ કરાવે છે અને તોયે એ તો ક્યાય હોતા જ નથી. ત્યારે ધબકારા ને ગુસ્સો આવે છે. આંખોમાં ઉતરી આવેલી ભીનાશ ગળાને સાવ સુક્કું કરી જાય છે. મન ચીસો પાડી પાડીને એમને બુમો પડતું હોય છે ત્યારે ચાર દીવાલોની વચ્ચે રહેલી શૂન્યતા પવનમાં ઠોકાતી બારીની જેમ મન સાથે ઠોકાયા કરે છે. મને રાહ જોવાની ગમે છે પણ એ પાછા આવશે જ ની ખાતરી હોય તો જ..
——-

ઉગતો સુરજ મને ગમે છે. આંખોમાં સપનાઓના ડૂબવાનો સમય થાય ત્યારે સુરજના ઉગવાનો સમય થતો હોય છે. આ કોઈ જોગાનુજોગ તો નથી જ. આંખોમાં ઉજાગરો અંજાયેલો હોય ત્યારે સવારને આવકારવાનું થોડું અઘરું બને છે. મન ઉપર સ્મૃતિઓનો બોજો વધી જાય ત્યારે આજ ઉપર ગઈકાલ હાવી થઇ જતી હોય છે. હું હંમેશા ગઈકાલને બાજુએ રાખીને આજને આવકારવાની કોશિશ કરું છું. અને તોયે ઘણીવાર અજાણતા જ ગઈકાલનું અનુસંધાન આજ સાથે જોડી દેતી હોઉં છું. ઘણીવાર મને સવાર કોઈ તાજી ઉગેલી કુંપણ જેવી લાગે છે. ઉગતા સુરજને જોવાની પણ એક મજા હોય છે. કશુક ડૂબે પછી કશુક ઉગતું જ હોય છેની પ્રતીતિ સાથે સવાર આવે છે. સુરજ એક જ હોય છે પણ દરેક સવાર નવી હોય છે.

——

જીંદગી ઘણીવાર ડાબો કાન જમણા હાથે પકડાવે છે. આપણી ધારણા કરતા સાવ જુદી રીતે રી-એક્ટ કરવાની જિંદગીને આદત પડી હોય ત્યારે જિંદગીનો વાંક કાઢવાને બદલે આપણી ધારણાઓ બદલી નાખવામાં શાણપણ છે. ચશ્માં પહેરેલી આંખોને સપનાઓ સાફ દેખાય એવું નથી..ચશ્માં પહેર્યા પછી પણ …ઘણીવાર ધુમ્મસને ઉકેલી શકાતું નથી. ઘણીવાર એવું બને કે રકમ અને જવાબ બેઉ ખબર હોય અને તોયે તાળો ના મળે,આવું થાય ત્યારે રકમ બદલી નાખવાને બદલે જવાબ લખી ઊંધેથી ગણિત માંડવું જોઈએ

—-

દેશ, તું મને સમજાય છે જયારે હું કોઈ પારકા દેશની ધરતી પર હોઉં છું ત્યારે.ત્યારે હું મારા ભૂરા રંગના પાસપોર્ટની ડાબી બાજુએ નેશનાલીટીના ખાનાની સામે લખેલા “ઇન્ડિયન” શબ્દને વાંચ્યા કરું છું એકધારું..મને રસ છે તારી સાથેનું મારું અનુસંધાન જળવાય રહે એમાં. તું મારા માટે ખાસ છે કારણકે મારો સંબંધ તારી માટી સાથેનો છે. આજે મારે તારી સાથે થોડી વાતો શેર કરવી છે. થોડો ફેરફાર કરવો છે તારામાં. આમ તો  આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિને એવીને એવી જ સ્વીકારી લેવાની હોય પણ મારે તને શીખવવું છે લાગણીઓને કોરાણે મુકીને થોડું કડક થતા.

–આંખોને સપનાઓ ફૂટે એ અવસ્થા મને ગમી છે હમેશા અને સપનાઓ ફૂટવાની એ અવસ્થાને હું જીંદગી કહું છું. તું મને ગમે છે. મેં તને ચાહી પણ છે અને ધિક્કારી પણ છે. મેં તને દિલ ફાડીને પ્રેમ કર્યો છે. તારું મારી સાથે હોવું સતત જરૂરી છે એટલે નહિ પણ જયારે તું મારી સાથે રહી છે એ પ્રત્યેક પળ મને જીવવી ગમી છે એટલા માટે. જોકે મને હજી પણ તારી હયાતી સમજાય નથી. શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચેના સમય દરમિયાન તું જન્મે છે. બર્થ-ડે કેક પર ગોઠવાયેલી મીણબત્તીને ફૂંક મરાયા પછી તારા હોવાપણાની ઉજવણી થાય છે. પણ તું મને સમજાવ કે વીતી ગયા છે એ વર્ષો જીંદગી છે કે જે જીવવાના બાકી છે એ વર્ષો જીંદગી છે?

Advertisements
Explore posts in the same categories: પેન-ડ્રાઈવ, પ્રકિર્ણ

5 ટિપ્પણીઓ on “આજે હું બ્લોગ ઉપર ‘પેન-ડ્રાઈવ’ ના મારા આર્ટીકલ્સના થોડા અંશો મુકું છું.”

 1. Shirish Kamdar Says:

  Khub sundar and 100% satya!

  Jundgi jivi jano…. Jindgi jirava ne badle jivi jano and jivi janva mate aapni vato 101% sachi chhe!

  Man purvak abhinandan.

  Regards

  Shirish

 2. દાળવાળા જીતેશ Says:

  Eshaji,

  biji rachana khub gami…

  tamari aa column Divya bhaskar ni kai purti ma aave chhee jarur batawso…


 3. ખુબ જ સરસ..કઈક અલગ વાંચવા મલ્યુ..આભાર

 4. snehaakshat Says:

  ઘણીવાર ઘણા સંબંધોમાં પ્રતીક્ષા જરૂરી હોય છે. પ્રતીક્ષાની તીવ્રતા તમારા સંબંધની મજબૂતાઈ નક્કી કરતી હોય છે. અફેક્શન અને પ્રેમ વચ્ચેનો ભેદ નક્કી કરવા હવે ના ઘણા ટિનેજેર્સ્ પ્રતીક્ષાનો સહારો લેતા હોય છે. ગમતી વ્યક્તિની રાહ જોવાની પણ એક મજા હોય છે. રાહ જોતા હોઈએ ત્યારે આપણી
  રિસ્ટવોચનો સમય અટકી જતો હોય છે. કેલેન્ડરમાં તારીખો ફરતે થયેલા કુંડાળા પાછળથી આંખોની ફરતે ગોઠવાય જતા હોય છે. પછી તો મોબઈલની પ્રત્યેક રિંગ, મેસેજના પ્રત્યેક બીપ, દરવાજાની પ્રત્યેક ડોરબેલ એમના આવ્યાની પ્રતીતિ કરાવે છે અને તોયે એ તો ક્યાય હોતા જ નથી. ત્યારે ધબકારા ને ગુસ્સો આવે છે. આંખોમાં ઉતરી આવેલી ભીનાશ ગળાને સાવ સુક્કું કરી જાય છે. મન ચીસો પાડી પાડીને એમને બુમો પડતું હોય છે ત્યારે ચાર દીવાલોની વચ્ચે રહેલી શૂન્યતા પવનમાં ઠોકાતી બારીની જેમ મન સાથે ઠોકાયા કરે છે. મને રાહ જોવાની ગમે છે પણ એ પાછા આવશે જ ની ખાતરી હોય તો જ..

  -:આ ઉંમરે સંબંધોની આટલી સમજણ ..વાહ..બાકી તો ઘણા લોકો ની આખી જિંદગી કોરી કોરી જાય છે…

  સ્નેહા.

 5. snehaakshat Says:

  ઉગતા સુરજને જોવાની પણ એક મજા હોય છે. કશુક ડૂબે પછી કશુક ઉગતું જ હોય -એકદમ સાચું કહ્યું તમે..

  આમ તો આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિને એવીને એવી જ સ્વીકારી લેવાની હોય પણ મારે તને શીખવવું છે લાગણીઓને કોરાણે મુકીને થોડું કડક થતા.-વાહ, શું પ્રેમાળ દેશભક્તિ..

  જીંદગી ઘણીવાર ડાબો કાન જમણા હાથે પકડાવે છે–ડાબો કાન તો જમણી બાજુ આવી નથી શક્વાનો ને..શું થાય,ત્યારે આપણે જ જમણો હાથ ડાબી બાજુ લઈ જવો પડે …અતિસુંદર…

  તું મને સમજાવ કે વીતી ગયા છે એ વર્ષો જીંદગી છે કે જે જીવવાના બાકી છે એ વર્ષો જીંદગી છે?- એ બેય ની વચ્ચેનો જે સમય છે ને એશા-વર્તમાન….બસ એ જ ખરી જીન્દગી બેના..

  આનંદની ચરમ સીમા એ પહોંચ્યા અમે,
  ધાર્યા’તા એનાથી વધુ સરળ નીકળ્યા તમે….

  આજે તારી સાથે ફોન પર વાત કરી ત્યારે આવું કંઈક અનુભવ્યું..ખુબ જ સરળ અને સંવેદનશીલ છોકરી છે તું.બસ આમ જ અમને નવી નવી રચના તમારા બ્લોગ પર વાંચવા મળે તેવી આશા-પ્રેમસહ..
  સ્નેહા-અક્ષિતારક.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: