તને ચુપકે થી રોવાનું ફાવે?

લાગણીના તંતુઓ તુટતા કે તોડતા
                           સંબંધને રડવું ના આવે?
             આંખો તો નાની છે કેટલીયે નાની
                          તો ય સઘળું યે એમાં સમાવે
                            બોલ, તને ચુપકે થી રોવાનું ફાવે?

           વણદીધેલા કોલનો ડૂમો ભરાય ને
                            યાદ આવે દીધેલા કોલ
            ઝાંપે થી પાછું કોઈ આવશે નહિ
                           નહિ સંભળાશે શરણાઈ કે ઢોલ..
            ખુલ્લી અગાશીએ સાંજ પડે તો યે આકાશ ના ઝૂકવા આવે 
                                        હિંચકાને ખાલીપો સાલે..!

            તંતુ જો સ્નેહના તુટતા હો આમ
                      તો પાન નું ખરવું યે સમજી જવાય
              જીવતરના દાખલા ખોટા પડે
                      તો આંકડા ને બદલી ફરી ગણી શકાય?
             હૈયાની તિરાડો લંબાતી જાય, એનો એક્ષ રે ક્યાંથી કઢાવે?
                            કોઈ ફોટા માં લાગણી દેખાડે ! 
                            તને ચુપકેથી રોવાનું ફાવે?

Advertisements
Explore posts in the same categories: ગીત

12 ટિપ્પણીઓ on “તને ચુપકે થી રોવાનું ફાવે?”


 1. હૈયાની તિરાડો લંબાતી જાય, એનો એક્ષરે ક્યાંથી કઢાવે?
  સરસ કલ્પન.

 2. Pinki Says:

  વણદીધેલા કોલનો ડૂમો ભરાય ને
  યાદ આવે દીધેલા કોલ

  જીવતરના દાખલા ખોટા પડે,
  તો આંકડા ને બદલી ફરી ગણી શકાય?

  બહુ સરસ પંક્તિઓ … !! લાગણીઓનો ઍક્સ-રે કેવી રીતે કાઢે છે ?!!


 3. સંબંધના રડવાની વાત ગમી…

  કવિતા સરસ છે પણ તબીબ તરીકે એક આડવાત (ટીખળ) સૂઝે છે: એક્સ-રેમાં હાડકાં દેખાય, દિલ કે દિલની તિરાડો નહીં!!

 4. milan Says:

  Its Very Touchy, For Some Time I Was Not Able Think Anything,
  An Nice Narration Upon Relationship….

  I Didn’t Got Words To Appreciate It But Made Me Remember Few Words,

  Ek khalish dil ki yeh, kya se kya kar gayi
  khushiyon ki aankh mein, baarishein bhar gayi
  log aapno se bhi bekhabar ho gaye,
  khushbooyein chooni thi, shauk mein kho gaye (2)
  paake jugnu zaara roshni ke liye….
  dil tarasta hai aab zindagi ke liye

  (Surkh phoolon ke joh narm saaye mile,
  aapno ki shakla mein joh paraye mile )(2)
  inke peeche zaara soche ke bhargiye,
  kache rango ki hai titliyan dekh hi yeh (2)
  ek pal hi mila tha khushi ke liye,
  dil tarasta hai aab zindagi ke liye

  Ek khawahish mein thi sakhro aandhiyaan,
  pal mein bikhre sabhi rishton ke aashiyaan (2)
  pyaase lab ka yehi sab ko haasil mila,
  justju dariya thi khushk sahil mila (2)
  kho ke neendein kissi ajnabee ke liya..
  dil tarasta hai aab zindagi ke liye


 5. સરસ ગીત ! મજા આવી ગઈ
  “તને ચુપકે થી રોવાનું ફાવે?”
  આ પંક્તી સ્વયં એક કવિતા છે

 6. dhufari Says:

  દીકરી એષા,
  તારી કવિતા તને ચુપકેથી રોવાનું ફાવે? વાંચી જ નહીં માણી પણ.તારી આ કવિતાના શબ્દો
  જીવતરના દાખલા ખોટા પડે
  તો આંકડા ને બદલી ફરી ગણી શકાય?
  આ શબ્દો ગણા ગંભીર છે પણ આ અવળચંડુ મને ૧૯૬૪ની સાલમાં ખેંચી ગયો જ્યાં મારા એક મિત્રની આદત હતી કોઇનું વીલું મોઢું જુવે તો તરત જ કહે જો પ્રભુલાલ આજે આના બધા દાખલા ખોટા પડ્યા છે.
  અભિનંદન
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી

 7. krishna Says:

  ha mane chupke thi rovanuj fave..bas etluj

 8. Shirish Kamdar Says:

  Just wonderful!

  Keep it up and write more and more so we all enjoy!

  Shirish

 9. snehaakshat Says:

  ha esha mane fave che rota chupke thi..ane tame j lakhyu che e badhu j anubhavvanu pan …
  wonderful rachna..

 10. milan Says:

  y u have suddenly stop writing things?
  its unfair ur readers.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: