ડેથ સર્ટિફિકેટ…!

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

Advertisements
Explore posts in the same categories: અછાંદસ

9 ટિપ્પણીઓ on “ડેથ સર્ટિફિકેટ…!”

 1. jahnvi Says:

  તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
  મેં હજી સાચવી રાખ્યાં છે,
  પણ એનો અર્થ એ તો નથી ને,
  કે તારું ડેથ સર્ટિફિકેટ
  પણ મારે જ સાચવવાનું…?!!

  હૈયુ હચમચી જાય એવુ લખ્યુ છે … અને આન્ખો તો ક્યા રોકાય….. બહુ જ સુન્દર….

 2. Milan Says:

  The best one of yours… This is my most fav one.

 3. krishna Says:

  આપની આ રચનાંમાં ભારોભાર કરૂણરસ છલકે છે..

  જિંદગી ક્યાં કોઈનેય આખી મળે છે??

 4. Jagat Says:

  આહ ! આપ લખતા જ નથી !
  વેદનાં અને સંવેદના ની અદભૂત પ્રસ્તુતિ કરો છો !
  અદભૂત સર્જન !

  –જગત

 5. nilam doshi Says:

  આ રચના વાંચીને પણ હું રીતસર રડી પડી હતી..ત્યારે અને આજે પણ…

 6. archana Says:

  सागर नाहर जी के सौंजन्य से आपकी कविता का हिन्दी अनुवाद पढ़ा…बहुत गहरे भाव व्यक्त किये है …

 7. CHIRAG Says:

  Great One. Just Awesome. Righting wid your Heart.

  CHIRAG


 8. એષા , તમારી કવિતા નું હિન્દી અનુવાદ પઢીને ત્યાંથી તમારા બ્લોગની લિંક મળે . બહુ સરસ કવિતાઓ લખો છો . તમારા કવિતા નાં ભાવ બહુ ગહનતા રાખે છે તમારું સફળ ભવિષ્ય ની અનેક શુભેચ્છા


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: