પગફેરો..!!

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!
Advertisements
Explore posts in the same categories: અછાંદસ

19 ટિપ્પણીઓ on “પગફેરો..!!”

 1. himanshupatel555 Says:

  સારી કવિતા છે અને કદાચ કવિતા મગઝીનમા કે અન્યમાં વાંચવામા આવી છે.
  વ્યક્તિ અને સમિષ્ટના સંબંધને લગતા સંવેદનો અને તેનો રકાસ ખાસ જોવા મળે છે.
  મળો મને @http://himanshupatel555.wordpress.com ( મારા કાવ્યો ) અને
  http://himanshu52.wordpress.com ( વિશ્વના કાવ્યોના અનુવાદ )
  હિમાનશુ


 2. એક દીકરી દ્વારા વર્ણવાયેલ બાપની ભીની ભીની લીલી છમ લાગણી..

  દીકરીનો પ્યાર એ અવર્ણનિય છે. મારે બે દીકરી છે. એકને પરણાવ્યાને આજે બરાબર એક વરસ થયું છતાં એ તો મારા ઉરમાં જ રહે છે. એ મને વારંવા કહે, ‘ડેડી, તમે ફોન કેમ નથી કરતા?’
  એને શું ખબર કે હું એની સાથે ડિસકનેક્ટ જ નથી થયો..!!

 3. Birju Shah Says:

  it’s very nice.. thank you for sharing such a rich writings..

 4. kashmira Says:

  ati sundar rachana…vachi aankho bhari aavi


 5. ખૂબ જાણીતી અને આમ ચિત્તતંત્રને હચમચાવી દે એવી રચના.

 6. rupen007 Says:

  સાહેબ મારું હૃદય દ્રવી ગયું , આંખો સામે કંઈક નવું ચિત્ર ઉપસી આયુ .

  વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
  http://rupen007.blogspot.com/
  http://twitter.com/rppatel1in
  http://www.facebook.com/rupen007?ref=name

 7. priyangu Says:

  how perfact footprints of heart feelings on writting!!
  very good expression skills!from where such feelings takes plase in UR mind and heart?

 8. krishna Says:

  આ કવિતાં ઓરકુટ્માં બહું વાંચી ને આંખોને ભીની કરેલ ત્યારે આપ જેવી એક દીકરી એ લખી હશે એની કલ્પનાં સુધ્ધા નો’તી.તેમજ લગભગ એકાદ મહીનાં પેહલાંની ગુજરાત સમાચારની શતદલ પુર્તી માં વાંચવાં મળેલ ત્યારે પણ આંખો ભીની થઈ ગયેલ..

  જો વાંચનારની આંખોથી આંસું વહી જતાં હોય એ વાંચતા,તો લખનારની પરીસ્થિતી શું હશે?

 9. krutarth k vohra Says:

  Dear Esha,

  Again read “PAGFERO”….

  Really spelbound when read this great poem..

  feel that this Poem you have wrote for our family,

  this poem affect a lot..a lot on our entire family.

  keep it up

  take care.

  MA…. alwys bless on ur pen

 10. nilam doshi Says:

  મારી અતિ પ્રિય કવિતા..વાંચીને કોઇની પણ આંખો ભીની કરવા સક્ષમ રચના…

  અભિનંદન…એષા…

 11. hatim Says:

  esha me tane aaj kavita sathe bhavnagar deepak hall ma mara mitra na kavya vimochan aa te sambhalavelu real mari aankh no khuno bhino thayo dad mangi le tevi rachna o tu lakhe 6e tari kalam ni takat ane tari kalpana ne chhuto dor aape tevi prabhu pase abhyarthana

 12. Maulik Says:

  Esha…..”Pag Fero”- Very wonderful creation, every word touches heart in short love between Dad and Daughter. ……Keep up the good work….

 13. Sagar Nahar Says:

  एषाजी
  आपकी कविता ने रुला दिया… बस कुछ और कहने को शब्द नहीं है। गळा मां डुमो भरायो छे।

  आ कविताओ ने हिन्दी अनुवाद करवानी परवानगी आपशो?


 14. એક ઉત્તમાં કવિતામાં હોય તે બધા જ ગુણ આ કવિતામાં જોવા મળ્યા. કોઈ ખૂબ ગમી ગયેલી કવિતા વિષે એથી વિશેષ કહેવું પણ શું ?


 15. ખુબ જ સરસ…… આંખો ને રડાવી મુશ્કેલ નથી પણ આંશુ ની કીમત રડતી વ્યક્તિ સિવાય કોઈ જંતુ નથી….

  મને તમારી ઘણી કૃતીઓં ગમી છે અને તમારી પાસે એક પરવાનગી માંગવી છે કે શું અમે આ કૃતિઓ નું ફેસબુક પર તમારા નામ સાથે પ્રગટ કરી….. અમારા મિત્રો સાથે શેર કરી શકીએ ?

  તમારા જવાબ ની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ…

  http://www.facebook.com/Dikri.Vhal.No.Dariyo

 16. kumar jinesh shah. Says:

  Bhavuk kari deti aa sundar kavita ne nawajva Harshad Chandarana na shabdo vaparva 6e…
  “Prabhu jee ne chadhavela Pushpo ni
  Avejee ma
  Amne mali chhe DIKAREE..!”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: