મારા વિશે

esha123456789 crop

નાનપણમાં વાચન નો શોખ લાગ્યો ત્યારે એવી ખબર નોતી કે એક દિવસ હું પણ શબ્દની સાધના કરીશ.  ખુબ વાંચતી. દાદા સાથે કવિ સંમેલનો અને નાટકો જોવા જતી અને આ બધા વચ્ચે હું ક્યારથી અને કેવી રીતે કવિતાઓ લખતી થઇ એ મને યાદ નથી. જોકે હું મારી કવિતાઓ ને લઈને સખત આળસુ હતી એટલે કવિતાઓને ડાયરીમાંથી બહાર કાઢવાની હિંમત પહેલા નોતી કરી. અમારા ઘરે વર્ષોથી કવિતા મેગેઝીન આવતું. માએ જીદ કરીને મારી કવિતાઓ “કવિતા” માં મોકલાવી. કવિતામાં જેમ જેમ મારી કવિતાઓ છપાતી થઇ એમ એમ હું મારી પોતાની કવિતા ઓ પ્રત્યે સભાન બની. એટલે આજે હું જે કઈ પણ છું એ “કવિતા” મેગેઝીન ને કારણે છું એમ કહું તો કશું જ ખોટું નથી. ડો.સુરેશ દલાલ અને હિતેન આનંદપરાએ પ્રોત્સાહન અને માર્ગદર્શન બેઉ આપ્યા. એ પછી  ઈમેજ પબ્લીકેશન્સમાંથી મારો પહેલો કાવ્ય સંગ્રહ “વરતારો” પબ્લીશ થયો. આ દરમિયાન અનેક વાચકો ના પત્રો આવતા. હું એમને જવાબો લખતી. પગફેરો કવિતા વિષે ડો. સુરેશ દલાલે દિવ્ય ભાસ્કર માં લખ્યું એ પછી  ત્રણ વાચકો એ પત્ર લખી દિલાસો પણ આપ્યો, ‘તમારી દીકરી સાથે જે થયું એ અમે સમજી શકીએ છીએ’ અને કવિતા એક સામાન્ય માણસ ઉપર કેવો પ્રભાવ પાડી શકે છે એ સમજાયું. ત્યાર પછી જે કઈ પણ લખ્યું છે પૂરી પ્રમાણિકતા સાથે લખ્યું છે. હજી પણ ઘણા વાચકો મારી કવિતાઓ વાંચી ને મારી સાચી ઉંમર ધારી શકતા નથી, જો કે આ વાતે ખુશ થવું કે નહિ એ સમજાતું નથી.  પણ, કવિતા એ મને શીખવ્યું છે જાત સાથે પ્રમાણિક થતા. કવિતાએ મારી સંવેદનાઓને મારા માં જ જાળવી રાખવામાં મારી મદદ કરી છે. 

હવેથી આ બ્લોગ પર હું મારી કવિતાઓ મુકતી રહીશ. વચ્ચે વચ્ચે હું દિવ્ય ભાસ્કરમાં “પ્રિય સંબંધ” નામે જુદા જુદા રીલેશન પર પત્રો લખું છું જેપણ ખાસ્સા એવા લોકપ્રિય થયા છે. જે પણ શક્ય હશે તો હું અહી મુકતી રહીશ.

જો કે આ બધું વિવેક ટેલર અને ઊર્મિને કારણે  થોડું સરળ બન્યું છે.  ઊર્મિ તો છે…ક અમેરિકા છે, પણ કવિતાને કારણે અમારી વચ્ચે બંધાયેલો સંબંધ હવે ઘણો આત્મીય થયો છે.  કવિતા એ સરસ મિત્રો પણ આપ્યા છે એ કેમ કરી ને ભૂલી શકું..?

Advertisements

32 ટિપ્પણીઓ on “મારા વિશે”

 1. Pinki Says:

  hi, dear… Congrats !
  Welcome to Gujarati Web World … !!


 2. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…

 3. zakir husain suthar Says:

  we r with u esha ! keep it up ! and go ahead !!!

 4. ankit desai Says:

  khare khar maja aavi gai……..

 5. Amit Panchal Says:

  ખુબ સરસ – કવિ ઓની આખી દુનિયા જ અલગ હોય છે !!

 6. Amish Dadawala Says:

  Dear Esha……! It is good that you are writing POEMS…..! I tell you my real sister Darshini Dadawala is also a poet and you know when I was reading your poems I was just remembering her, There is so much resemblance in both of you, Meet her at once She with M S University Baroda as lecturer in Gujarati Department. If you need her cell number do ask me will give you.

  Keep writing poems; I believe it is best way to express what you feel and a message which can be delivering in very effective way to any one in few words. Keep it up I am happy that you both are working in same direction and on same track.


 7. badhija rachana khubaj sunder
  most welcome to gujarati blog world


 8. સરસ અભિવ્યકિત ના અને કલમ ના આપ માલિક છો, તમારા પત્રો મેં દિવ્યભાસ્કર માં વાંચેલા છે. ગુજરાતી બ્લોગ જગતમાં આપણૂં દિલથી સ્વાગત છે.

  સમય મળે તો મારા આ બે બ્લોગ પર જરુરથી પધારજો. તમને ભાવભીનું ઈંજન!!

  ૧. યુવા રોજગાર
  http://pravinshrimali.wordpress.com
  યુવાનો ને નવી દિશા બતાવતો અને સમાજનાં ઉત્થાન માટે સમર્પણ કલમ !!
  એક યુવા આવાજ…તેમા જરુર છે તમારા આવાજ નાં ટેકા ની ..

  ૨. કલમ પ્રસાદી
  http://kalamprasadi.wordpress.com
  મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો

  – પ્રવિણ કે.શ્રીમાળી


 9. I’ve been reading your creations since quite a long time and everytime they’ve made me feel what they were supposed to be made readers feel… and that makes it substantial enough to justify it’s existence… !

  It’s great to see you in the world of gujarati blogs.
  Warm welcome.!


 10. જય ગુરુદેવ,
  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.

  કાંતિભાઈ કરસાલા,
  http://gaytrignanmandir.wordpress.com/

 11. Jina Says:

  એષા, (તમને એષા કહું તો ચાલશે?) ખરું કહું તો જ્યારે મેં પગફેરો વાંચી ત્યારે મને પણ કંઈક એવો જ ભાવ થયો’તો… Any way, આજે અહીં તમારો ફોટોગ્રાફ જોયા પછી ખ્યાલ આવ્યો કે તમે… પણ છતાંય આટલી બધી સ્પર્શી જાય તેવી રચનાઓ મેં બહુ ઓછી વાંચી છે, એટલે તમને અભિનંદન આપ્યા વગર રહી શકતી નથી… શબ્દો સાથે આવો પ્રેમાળ સંબંધ બહુ ઓછા લોકો બાંધી શકે છે… અભિનંદન!!


 12. Esha,
  Visitted you blog for the first time. Wonderful creation. Keep it up and good to know you.
  Tejas.


 13. hi
  warm wel come on wordpress

  vartaro khub gami..

  i think u r doughter of dadawala teacher Gvan bharti

 14. ghanshyam Says:

  Hello, esha
  welcome to blog world!
  and i like your beutiful poem.
  keep up it.


 15. તમારી ‘પગફેરો’કવિતા હમણાં કવિતા૨૫૧ માં વાંચવા મળી ખાસો પ્રભાવિત થયો મનમાં થયું કે કવિને અભિનંદન આપવા જોઈએ આ અભિનંદન આપવાની ઉત્કટ ઈચ્છાએ જ તમારા બ્લોગ સુધી પહોચાડ્યો છે.સરસ અભિવ્યક્તિ છે ! બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે


 16. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.

  મનની અભિવ્યક્તિ અને સાહિત્ય સર્જનને કોઇ ઉંમરનો બાધ ન હોઇ શકે. આપની કવિતાઓમાં ઝળકતી મેચ્યોરીટી એ વાતની સાક્ષી પૂરે છે. આપની રચનાઓ ઘણી વખત વાંચી છે અને દરેક વખતે માણી છે. નેટના માધ્યમથી આ વાંચન વધુ નિયમિત થશે એવી આશા સાથે સ્વાગત અને શુભેચ્છાઓ…

  જીગ્નેશ – પ્રતિભા અધ્યારૂ


 17. ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત. તમારી રચનાઓ અહીં તમારો પરિચય વાંચ્યો એ પહેલા વાંચેલી. તમારા સર્જનોથી તમારી ઓળખ થાય એ જ તમારી કલમનો પ્રભાવ બતાવે છે. સુંદર ભાવો અને સંવેદનોની અભિવ્યક્તિ જે તમારી બધી રચનાઓમાં છલકે છે, હવેથી નિયમિત રીતે માણવા મળશે એ આનંદની વાત છે. ફરી ફરી શુભેચ્છાઓ.

 18. Haresh Kanani Says:

  ખુબ સરસ – કવિ ઓની આખી દુનિયા જ અલગ હોય છે. આપની કવિતા ખુબ ગમેછે
  http://palji.wordpress.com/

 19. sneha Says:

  ઘણા વાચકો મારી કવિતાઓ વાંચી ને મારી સાચી ઉંમર ધારી શકતા નથી, જો કે આ વાતે ખુશ થવું કે નહિ એ સમજાતું નથી. 100% khush j thavay dear..aatli umar ma aatli maturity….amazing…

  તમારી આ વતકે,” કવિતા એ મને શીખવ્યું છે જાત સાથે પ્રમાણિક થતા. કવિતાએ મારી સંવેદનાઓને મારા માં જ જાળવી રાખવામાં મારી મદદ કરી છે.”
  ૧૦૦ ટકા સાચું…તમે એક કવિયત્રી તો ઉમદા છો જ પણ સાથે સાથે સંવેદનશીલ,નિખાલસ અને ખુબ જ સરળ વ્યક્તિત્વ પણ ધરાવો છો..જાત અનુભવ થી કહુ છુ..તમારી અંદરની એષા પણ એટલી જ સુંદર છે..પ્રભુ એને આમ જ લીલીછમ અને સંવેદનાથી ભરપુર રાખે અને એની લીલાશ તમારા કાવ્યોમાં ઉતરતી રહે અને અમને આમ જ તમારી અદભુત રચનાઓ વાંચવા મળતી રહે.
  સસ્નેહ,
  સ્નેહા

 20. Tarun Banker Says:

  તમારી “ગર્ભપાત” શીર્ષક્વાળી કવિતા મનનો કબજો કરી બેઠી છે. અનુકુળ હોય તો વેબસાઇટ http://www.maainfo.com ની મૂલાકાત લેજો

 21. chetu Says:

  એષા..ઇશ્વરે આપેલી આ અમુલ્ય ભેટને સદાય લીલીછમ રાખશો .. લાગણીઓના મોજાને સવેદનાના દરિયામા હિલોળા લેતા અનુભવીને શબ્દોરૂપી છિપલાઓ માથી કાવ્યરૂપી મોતી રત્નોનુ સર્જન કરતા રહો એવી શુભેચછાઓ..!!


 22. શુભેચ્છાઓ…
  ત્રણ પેઢીની કવિતા… સી.ડી. આજે માણી … અભિનંદન …

 23. VK Says:

  તમારી કવિતાઓનું દર્દ એ તમારી વિશેષતા છે.


 24. “Pugferro” tame, aaa ummare lakhi chhe??
  I was crying, was so touched…
  Not enough words to conratulate you.Really.
  It seemed coming out from real experience, frm a ‘vyatheet’ father.I read it in Chitralekha.
  Plz, do reply.We share a common interest of writing poems:)
  Gd luck & Warm Wishes,
  Gaurangi Patel
  PS: I am on facebook

 25. Bhupi Says:

  HI ESHA,
  REALY REALY NICE WRITE-UPS. I M NOT FOUND OF READING BUT WHEN I READ URS POEMS ON THIS BLOG & I WAS
  GLAD READING & SOME TIMES I THINK THAT U R STOLING EVERY BODYS PERSONAL FEELINGS @ PLACING IT IN UR POEMS.
  REALY GREAT ,KEEP IT UP AS ITS GOD GIFT TO U.
  BEST WISHES.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: