એક્શન રિપ્લે…!

આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો –
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે
આંખોને લાલ કરીને જોયું
મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરી માં તો..
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,
પછી
થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકા-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોના ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની
બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!

Explore posts in the same categories: અછાંદસ

16 Comments on “એક્શન રિપ્લે…!”

  1. Pinki Says:

    પપ્પાની લાલ આંખોના ઉઝરડા
    મમ્મીના ગાલ પર પડી ગયા..!!

    very nice observation and well expressed !!


  2. ખુબ જ સરસ લખો છો !!

    બાળક નાં રૂપક દ્વારા ખુબ જ સરસ અભિવ્યકિત !!

    આમાં એ પણ અર્થ સરે છે કે નાનકડાં બાળમાનસ માં માતા-પિતા ના રોજ-બરોજ ના તકરાર કે જે બાળકની હાજરી માં કરવામાં આવે તો તેમાં કેટલી અસર બાળમાનસ પર પણ પડે છે!!

    -પ્રવિણ કે.શ્રીમાળી


  3. very true depiction of reality.

    baalako ni grahan kshamataa aapne vichariye ena karta ghani vadhaare hoy chhe !

  4. milan Says:

    Excellent selection of words, and observation. In today’s stressful lifestyle husband and wife fights are very common and cause is just “EGO” but in there own “EGO” parents forgets there duty and what will be its lifelong influence on a small mind of a child.

  5. Neepra Says:

    Excellent depiction ! bravo esha !


  6. પણ હવે જમાનો બદલાઈ ગયો છે..


  7. અને બાળકો પોતાની આસ પાસ થતા બનાવો ને આવીજ રીતે બહાર લાવે છે કેટલીવાર બાળકોની કેટલીક હરકતો વિચાર માગી લે છે…ખેર તમે આ વાત સુદર રીતે રજુ કરી


  8. સુંદર અભિવ્યક્તિ એષા. કડવી હકીકત તો એ જ છે કે આજેય કેટલીક જગ્યાએ તો હજીયે જાણે સદીઓ આખી બદલાઈ જાય પણ તોયે જમાનો બદલાતો નથી…!

  9. krishna Says:

    adbhoot..bas biju kai nahi..

  10. krishna Says:

    Excellent

  11. Jaydeep Says:

    Agreed with Vivekbhai…
    જમાનો ખરેખર બદલાઈ ગયો છે…


  12. વાહ… સરસ કવિતા…

  13. snehaakshat Says:

    પપ્પાની લાલ આંખોના ઉઝરડા
    મમ્મીના ગાલ પર પડી ગયા..!

    આહ…રુંવાડા ઉભા થઈ ગયા….બાળમાનસ અતિ કોમળ હોય છે એ મા-બાપ ની સમજ માં કેમ નહી આવતું હોય.એમને બોલી બોલી ને નઃઈ પણ વર્તનથી સંસ્કાર આપ્વાના હોય છે એ ક્યારે સમજાશે એ લોકો ને..??


  14. […] कविता:  एषा दादा वाला એક્શ્‍ન રિપ્લે… ;गुजराती से हिन्दी में अनुवाद: सागर […]


  15. […] कविता:  एषा दादा वाला એક્શ્‍ન રિપ્લે… गुजराती से हिन्दी में अनुवाद: सागर […]


  16. Great Vision…… No Words I Have to Thanx…


Leave a reply to Prikshy Patel Cancel reply